GOVERNMENT OF INDIA
Accessibility
Accessibility Tools
Color Adjustment
Text Size
Navigation Adjustment
Screen Reader iconScreen Reader

Viksit Bharat Young Leaders Dialogue 2027 Quiz (Gujarati)

Start Date : 21 Aug 2026, 10:00 am
End Date : 30 Sep 2026, 11:45 pm
Closed
Quiz Banner
  • 20 Questions
  • 600 Seconds
Login with MyGov AUTH to Play Quiz

About Quiz

Ministry of Youth Affairs and Sports, MyBharat દ્વારા MyGov ના સહયોગથીViksit Bharat Young Leaders Dialogue 2027 Quiz’ નું આયોજન કરવામાં આવ્યું છે. MyGov પોર્ટલ પર યોજાઈ રહેલી ક્વિઝ Viksit Bharat Young Leaders Dialogue (VBYLD) 2027 ના માધ્યમથી ભારતના ભવિષ્યને ઘડવામાં યુવાનોને જોડવાની એક દેશવ્યાપી પહેલ છે. ક્વિઝ દેશના વિવિધ પાસાઓ અનેViksit Bharat’ ના વિઝન પરના જ્ઞાનની ચકાસણી કરે છે. તેનો હેતુ જિજ્ઞાસા વધારવાનો, યોગ્ય માહિતી સાથે સહભાગિતાને પ્રોત્સાહિત કરવાનો અને દરેક રાજ્ય તથા કેન્દ્રશાસિત પ્રદેશમાંથી પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવાનો છે. વિજેતાઓને આગળના તબક્કામાં (નિબંધ, પ્રેઝન્ટેશન વગેરે) જવાની તક મળશે, જ્યાં તેઓ પોતાના વિચારો રજૂ કરી શકશે, નેતૃત્વ પ્રદર્શિત કરી શકશે અને Viksit Bharat @2047 ના વિઝનમાં અર્થપૂર્ણ યોગદાન આપી શકશે.

Terms and Conditions

  1. ક્વિઝ તમામ ભારતીય નાગરિકો માટે ખુલ્લી છે.
  2. ક્વિઝમાં ભાગ લેવા માટે કોઈ પ્રવેશ ફી ચૂકવવાની રહેશે નહીં.
  3. સહભાગી જેવાPlay Quiz’ બટન પર ક્લિક કરશે કે તરત ક્વિઝ શરૂ થઈ જશે.
  4. ક્વિઝમાં બહુવિકલ્પી પ્રશ્નો (MCQ) હશે, જેમાં દરેક પ્રશ્નમાં 4 વિકલ્પો હશે અને માત્ર 1 સાચો ઉત્તર હશે.
  5. વિજેતા યાદી માટે લાયક બનવા સહભાગીની MyGov Profile સાચી અને અપડેટ હોવી જરૂરી છે.
  6. દરેક સહભાગી માત્ર એક વાર ક્વિઝ આપી શકે છે. એક સહભાગી દ્વારા બહુવિધ એન્ટ્રીઓ જણાશે તો તેને અયોગ્ય ઠેરવવામાં આવશે.
  7. પારદર્શિતા અને નિષ્પક્ષતા સુનિશ્ચિત કરવા વિજેતાઓની પસંદગી કમ્પ્યુટર જનરેટેડ રેન્ડમાઇઝેશન (Randomization) પદ્ધતિ દ્વારા કરવામાં આવશે. નિયત સમયમર્યાદામાં તમામ પ્રશ્નોના સાચા જવાબ આપનાર સહભાગીઓને સેન્ટ્રલ પૂલમાં સામેલ કરવામાં આવશે અને તેમાંથી સ્વચાલિત રીતે વિજેતા પસંદ કરાશે.
  8. ક્વિઝ MyGov દ્વારા હોસ્ટ કરવામાં આવી છે અને તે https://quiz.mygov.in/ પર ઉપલબ્ધ છે.
  9. ટેકનિકલ ખામી કે સંચાલકોના નિયંત્રણ બહારના સંજોગોને કારણે સબમિટ થયેલી, મોડી મળેલી કે અધૂરી રહેલી એન્ટ્રીઓ માટે આયોજકો જવાબદાર રહેશે નહીં.
  10. પ્રશ્નોત્તરી સબમિટ કરવાનો પુરાવો સફળતાપૂર્વક મળ્યાનો અંતિમ પુરાવો ગણાશે નહીં.
  11. ક્વિઝ દરમિયાન કોઈપણ ગેરરીતિ કે અનૈતિક રીત (જેમ કે ખોટી ઓળખ, બેવડી ભાગીદારી વગેરે) જણાશે તો તે એન્ટ્રી રદ અને અમાન્ય ગણાશે.
  12. સંદર્ભે યોગ્ય પગલાં લેવાનો આયોજકોને સંપૂર્ણ અધિકાર છે. આયોજકોનો નિર્ણય અંતિમ અને બંધનકર્તા રહેશે, તેમજ અંગે કોઈ પત્રવ્યવહાર સ્વીકારવામાં આવશે નહીં.
  13. અનિવાર્ય સંજોગોમાં કોઈપણ સમયે ક્વિઝમાં ફેરફાર કરવાનો કે તેને રદ કરવાનો અધિકાર આયોજક પાસે રહેશે, જેમાં નિયમો અને શરતો બદલવાનો પણ સમાવેશ થાય છે.
  14. ભાગ લેવાથી, તમામ સહભાગીઓ ક્વિઝના તમામ નિયમો અને શરતોનું પાલન કરવા સંમત થાય છે.
  15. વિજેતાઓની જાહેરાત blog.mygov.in પર કરવામાં આવશે અને ઇવેન્ટ સંબંધિત આગળની વિગતો સત્તાવાર માધ્યમથી વિજેતાઓને મોકલવામાં આવશે. અણધાર્યા સંજોગોમાં, આયોજકો કોઈપણ સમયે સ્પર્ધાના નિયમો અને શરતોમાં સુધારો કરવાનો અથવા યોગ્ય જણાય તો સ્પર્ધા રદ કરવાનો અધિકાર અનામત રાખે છે.
  16. આયોજકો સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાયેલા કર્મચારીઓ અને તેમના પરિવારના સભ્યો ક્વિઝમાં ભાગ લેવા માટે પાત્ર નથી.