GOVERNMENT OF INDIA
Accessibility
Accessibility Tools
Color Adjustment
Text Size
Navigation Adjustment

Quiz on India’s Democracy (Gujarati)

Start Date : 27 Feb 2024, 12:00 pm
End Date : 14 Mar 2024, 11:45 pm
Closed
Quiz Closed

About Quiz

યુવા પરિવર્તનકર્તાઓ ધ્યાન આપો! લોકશાહીના તમારા જ્ઞાનને પરીક્ષણ હેઠળ મૂકો!

માહિતી અને પ્રસારણ મંત્રાલય માયગવના સહયોગથી આપણા યુવા મતદારો, ખાસ કરીને 18મી લોકસભાની ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન કરનારા લોકો માટે ભારતની લોકશાહી પર ક્વિઝનું આયોજન કરી રહ્યું છે. લોકશાહીના મૂળભૂત બાબતોમાં ઊંડે ખુંપી જાઓ, તમારી સમજને વધુ ઊંડી કરો, અને સાચા લોકશાહીના ચેમ્પિયન બનો!

પ્રસન્નતા :

ટોચના 18 વિજેતાઓને દરેકને રૂ. 5000 નું ઈનામ આપવામાં આવશે.

 

Terms and Conditions

1.ક્વિઝમાં પ્રવેશ તમામ ભારતીય નાગરિકો માટે ખુલ્લો છે

2.આ એક ટાઇમ્ડ ક્વિઝ છે જેમાં 10 પ્રશ્નો 5 મિનિટ (300 સેકન્ડ) માં જવાબ આપવા માટે છે.

3.તમે કોઈ અઘરો પ્રશ્ન છોડી શકો છો અને પછીથી તેના પર પાછા આવી શકો છો.

4.ક્વિઝ 12 ભાષાઓમાં ઉપલબ્ધ થશે – અંગ્રેજી, હિન્દી, આસામી, બંગાળી, ગુજરાતી, કન્નડ, મલયાલમ, મરાઠી, ઓડિયા, પંજાબી, તમિલ અને તેલુગુ.

5.ક્વિઝ અંગે આયોજકોનો નિર્ણય અંતિમ અને બંધનકર્તા રહેશે.

6.એક જ સહભાગીની બહુવિધ એન્ટ્રીઓ સ્વીકારવામાં આવશે નહીં.

7.સહભાગીઓને તેમનું નામ, ઇમેઇલ એડ્રેશ, ટેલિફોન નંબર, અને પોસ્ટલ એડ્રેસ પ્રદાન કરવાની જરૂર પડશે. તેમની સંપર્ક વિગતો સબમિટ કરીને, તેઓ આ હેતુ માટે ઉપયોગમાં લેવાતી આ વિગતો માટે સંમતિ આપશે.

8.તેમાં કોઈ નેગેટિવ માર્કિંગ નહીં થાય.

9.આ ક્વિઝમાં ભાગ લેનાર વ્યક્તિ ‘સ્ટાર્ટ ક્વિઝ’ બટન પર ક્લિક કરતાની સાથે જ ક્વિઝ શરૂ થઈ જશે.

10.કોમ્પ્યુટરની ભૂલ અથવા આયોજકોના વાજબી નિયંત્રણથી બહારની અન્ય કોઈ ભૂલને કારણે ગમ થઇ ગયેલી, મોડેથી અથવા અપૂર્ણ હોય અથવા પ્રસારિત ન થઈ હોય તેવી એન્ટ્રીઓ માટે આયોજકો કોઈ જવાબદારી સ્વીકારશે નહીં. મહેરબાની કરીને નોંધ કરો કે પ્રવેશના સબમિશનનો પુરાવો તેની પ્રાપ્તિનો પુરાવો નથી.

11.અનિચ્છનીય પરિસ્થિતિઓમાં, આયોજકો કોઈ પણ સમયે ક્વિઝમાં સુધારો અથવા કવિઝ પાછી ખેંચવાનો અધિકાર અનામત રાખે છે. શંકા ટાળવા માટે, આ નિયમો અને શરતોમાં સુધારણાનો અધિકાર સમાવિષ્ટ છે.

12.તમામ વિવાદો/કાનૂની ફરિયાદો ફક્ત દિલ્હીના અધિકારક્ષેત્રને આધિન છે. આ હેતુ માટે ખર્ચ પક્ષો પોતે વહન કરશે.

13.સ્પર્ધામાં પ્રવેશ કરીને, સહભાગી ઉપર જણાવેલ આ નિયમો અને શરતોથી બંધાયેલા રહેવા માટે સ્વીકૃતિ આપે છે અને સંમત થાય છે.