GOVERNMENT OF INDIA
Accessibility
Accessibility Tools
Color Adjustment
Text Size
Navigation Adjustment

9 Years: Seva, Sushasan aur Garib Kalyan Mahaquiz 2023 (Gujarati)

Start Date : 30 May 2023, 12:00 am
End Date : 15 Jul 2023, 11:45 pm
Closed
Quiz Closed

About Quiz

જ્યારે આપણે સરકારના નવ વર્ષના સીમાચિહ્નના મહત્વપૂર્ણ પ્રસંગની ઉજવણી કરી રહ્યા છીએ, ત્યારે વિશ્વના સૌથી મોટા નાગરિક જોડાણના મંચ માયગવને “9 વર્ષ: સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ મહાક્વિઝ 2023” પ્રસ્તુત કરવા બદલ ગર્વ થાય છે.

 

આ ક્વિઝમાં લોકોની આકાંક્ષાઓ પૂર્ણ કરવા અને તેમની જરૂરિયાતો પૂર્ણ કરતી વિવિધ યોજનાઓ મારફતે તેમને સશક્ત બનાવવાની સરકારની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. આત્મનિર્ભર ભારત પહેલ દ્વારા ભારતની ઉત્પાદન ક્ષમતાઓની તાકાતને મજબૂત કરીને ભારતે વૈશ્વિક માન્યતા પ્રાપ્ત કરી છે. દેશે સામાજિક, આર્થિક અને ડિજિટલ ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ હાંસલ કરી છે, જેણે તેના નાગરિકોના જીવનમાં નોંધપાત્ર સુધારો કર્યો છે. “સબકા સાથ, સબ કા વિકાસ, સબ કા પ્રયાસ, સબ કા વિશ્વાસ” એ ભારતને વૈશ્વિક નકશા પર લાવવાનો સમાવેશી અને પ્રગતિશીલ મંત્ર છે.

 

છેલ્લાં નવ વર્ષમાં ભારતની ગૌરવશાળી સિદ્ધિઓ પર જાગૃતિ લાવવા માયગવ “9 વર્ષ: સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ મહાક્વિઝ 2023“નું આયોજન કરી રહ્યું છે. આ ક્વિઝ અંગ્રેજી અને હિન્દી સહિત બાર ભાષાઓમાં ઉપલબ્ધ થશે, જેથી નાગરિકોને જોડવામાં આવે અને તેમને થયેલી પ્રગતિ વિશે માહિતગાર કરી શકાય.

 

તેથી તમારી વિચારોની હદ પાર કરો અને રોમાંચક ભેટો જીતો!

Terms and Conditions

1. ક્વિઝ માટે પ્રવેશ તમામ ભારતીય નાગરિકો માટે ખુલ્લો છે.

2. ક્વિઝ માટે ઍક્સેસ માત્ર માયગવ પ્લેટફોર્મ દ્વારા જ હશે અને કોઈ અન્ય ચેનલ દ્વારા નહીં.

3. સહભાગી “સ્ટાર્ટ ક્વિઝ” વિકલ્પ પર ક્લિક કરતાની સાથે જ ક્વિઝ શરૂ થશે.

4. આ એક સમય-આધારિત ક્વિઝ છે, જેમાં 09 પ્રશ્નો છે જેનો જવાબ 250 સેકંડમાં આપવો જરૂરી છે.

5. સ્વચાલિત પ્રક્રિયા દ્વારા પ્રશ્નો રેન્ડમલી પ્રશ્ન બેંકમાંથી પ્રશ્નો લેવામાં આવશે.

6. ક્વિઝમાં દરેક પ્રશ્ન મલ્ટિપલ-ચોઇસ ફોર્મેટમાં છે અને તેમાં માત્ર એક જ યોગ્ય વિકલ્પ છે.

7. તેમાં કોઈ નેગેટિવ માર્કિંગ નહીં થાય. સહભાગીઓએ કુલ મળીને તમામ પ્રશ્નોનો પ્રયાસ કરવો જરૂરી છે.

8. ક્વિઝમાં દાખલ કરીને, સહભાગી સ્વીકારે છે અને ઉલ્લેખિત નિયમો અને શરતો દ્વારા બંધાયેલા રહેવા માટે સંમત થાય છે.

9. જેમાં એક જ વ્યક્તિ એક જ વાર ભાગ લઈ શકશે. એક જ પ્રતિયોગીની બહુવિધ એન્ટ્રીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહીં અને તેને રદ્દ કરવામાં આવશે.

10. તમારે તમારું નામ, ઇમેઇલ એડ્રેસ, ટેલિફોન નંબર અને પોસ્ટલ એડ્રેસ આપવું જરૂરી રહેશે. તમારી સંપર્ક વિગતો સબમિટ કરીને, તમે ક્વિઝ માટે ઉપયોગમાં લેવાતી આ વિગતો અને પ્રમોશનલ કન્ટેન્ટ પ્રાપ્ત કરવા માટે સંમતિ આપશો.

11. સફળતાપૂર્વક પૂર્ણ થયા પછી, સહભાગી તેમની સહભાગિતા અને પૂર્ણતાને માન્યતા આપતું ડિજિટલ સહભાગિતા પ્રમાણપત્ર ઓટો-ડાઉનલોડ કરી શકે છે.

12. ટોચના 2000 સહભાગીઓને વિજેતા તરીકે પસંદ કરવામાં આવશે અને તેઓ પ્રત્યેકને ₹1,000/- ના પુરસ્કાર માટે પાત્ર બનશે.

13. જાહેર કરાયેલા વિજેતાઓએ તેમની માયગવ પ્રોફાઇલ પર ઇનામની રકમના વિતરણ માટે તેમની બેંક વિગતોને અપડેટ કરવાની જરૂર છે. માયગવ પ્રોફાઇલ પરનું યુઝરનેમ ઇનામની રકમના વિતરણ માટે બેંક એકાઉન્ટ પરના નામ સાથે મેળ ખાતું હોવું જોઈએ.

14. માયગવ પાસે અણધાર્યા બનાવોની સ્થિતિમાં કોઈપણ ક્ષણે ક્વિઝને સુધારવા અથવા બંધ કરવાના તમામ અધિકારો છે. આમાં શંકાને ટાળવા માટે, આ નિયમો અને શરતોને બદલવાની ક્ષમતાનો સમાવેશ થાય છે. 

15. માયગવ પાસે કોઈ પણ સહભાગીને ગેરલાયક ઠેરવવાનો અધિકાર છે જો તેઓ માને છે કે તેમની સહભાગિતા ક્વિઝ, માયગવ અથવા તેની સાથે સંકળાયેલા ભાગીદારોને હાનિકારક અસર કરી શકે છે.  જો માયગવ દ્વારા પ્રાપ્ત માહિતી ગેરવાજબી, અધૂરી હોય, માયગવ ના કર્મચારીઓ અને તેમના સંબંધીઓને આ ક્વિઝમાં ભાગ લેવાથી બાકાત રાખવામાં આવે તો નોંધણી રદબાતલ થઈ જશે.

16. ક્વિઝ પર માયગવનો નિર્ણય અંતિમ અને બંધનકર્તા રહેશે અને તે અંગે કોઈ પત્રવ્યવહાર કરવામાં આવશે નહીં.

17. સહભાગીઓએ બધા અપડેટ્સ માટેની સામગ્રી પર નિયમિત તપાસ કરવાની જરૂર છે.