GOVERNMENT OF INDIA

મન કી બાત @100 – ક્વિઝ/વર્ણન

Start Date : 3 Apr 2023, 6:00 pm
End Date : 25 Apr 2023, 11:45 pm
Closed
Quiz Closed

About Quiz

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’એ રેડિયોના માધ્યમને એક નવું જીવન આપ્યું છે.

જનભાગીદારીની આસપાસ વિચારાયેલી અને અમલમાં મૂકાયેલી ‘મન કી બાત’એ દેશભરના લાખો લોકોના જીવનને સ્પર્શ કર્યો છે અને એપ્રિલ, 2023માં તેનું 100મું સંસ્કરણ પૂર્ણ કરશે.

‘મન કી બાત’ના 100મા એપિસોડના નિમિતે પ્રસાર ભારતી (માહિતી અને પ્રસારણ મંત્રાલય) માયગવ ઈન્ડિયા સાથે મળીને આ ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરી રહ્યા છે.

ભાગ લો, પ્રેરણા શેર કરો, જીતો! 

પુરસ્કાર: ટોચના 25 વિજેતાઓને પ્રત્યેકને રૂ. 4000/- નું ઇનામ આપવામાં આવશે.

ભાગ લેવાની છેલ્લી તારીખ 25 એપ્રિલ 2023 છે.

Terms and Conditions

1.ક્વિઝ અંગ્રેજી અને હિન્દી બંને ભાષામાં રમી શકાય છે. 

2.ભાગ લેનારાઓને ફક્ત એક જ વાર રમવાની મંજૂરી છે;એકથી વધારે વાર ભાગ લેવાની પરવાનગી નથી.

3.સહભાગી “ક્વિઝ શરૂ કરો” બટન પર ક્લિક કરે કે તરત જ ક્વિઝ શરૂ થશે.

4.સહભાગીઓ પાસે મુશ્કેલ પ્રશ્નને છોડી દેવાનો અને પછીથી તેના પર પાછા ફરવાનો વિકલ્પ છે.

5. ક્વિઝનો મહત્તમ સમયગાળો 150 સેકન્ડ છે.

6.ક્વિઝનો સમય નક્કી કરવામાં આવે છે, અને સહભાગી જેટલું વહેલું સમાપ્ત કરે છે, જીતવાની તેમની તકો વધુ સારી હોય છે

7.ક્વિઝમાં કોઈ નેગેટિવ માર્કિંગ નથી.

8.એકથી વધુ સહભાગીઓ પાસે સાચા જવાબોની સંખ્યા સમાન હોય તેવા કિસ્સામાં, સૌથી ઓછા સમયમાં ભાગ લેનારને વિજેતા જાહેર કરવામાં આવશે.

9.સહભાગીઓએ ક્વિઝ લેતી વખતે પેજને રિફ્રેશ કરવું જોઈએ નહીં અને તેમની એન્ટ્રી રજિસ્ટર કરવા માટે પેજ સબમિટ કરવું જોઈએ.

10.ક્વિઝ ભારતના તમામ રહેવાસીઓ અથવા ભારતીય મૂળના લોકો માટે ખુલ્લી છે.

11.સહભાગીઓએ તેમનું નામ, ઇ-મેઇલ એડ્રેસ, મોબાઇલ નંબર અને શહેરની વિગતો આપવાની રહેશે. આ વિગતો સબમિટ કરીને, સહભાગીઓ ક્વિઝના હેતુ માટે તેમના ઉપયોગ માટે સંમતિ આપે છે.

12.ક્વિઝમાં ભાગ લેવા માટે સમાન મોબાઇલ નંબર અને ઇમેઇલ એડ્રેસનો ઉપયોગ એકથી વધુ વખત કરી શકાતો નથી.

13. માયગવ પાસે કોઈ પણ ગેરવર્તણૂક અથવા ગેરરીતિ માટે કોઈ પણ વપરાશકર્તાની ભાગીદારીને ગેરલાયક ઠેરવવાનો અધિકાર છે.

14.માયગવ ક્વિઝ અને/ અથવા નિયમો અને શરતો/ ટેકનિકલ માપદંડો/મૂલ્યાંકન માપદંડના તમામ અથવા કોઈ પણ ભાગને રદ કરવાનો કે તેમાં સુધારો કરવાનો અધિકાર સુરક્ષિત રાખે છે. જો કે, નિયમો અને શરતો/ ટેકનિકલ માપદંડો/મૂલ્યાંકન માપદંડમાં કોઈ પણ ફેરફારો અથવા સ્પર્ધાને રદ કરવામાં આવે તો તેને પ્લેટફોર્મ પર અપડેટ/પોસ્ટ કરવામાં આવશે.